જીપીએસસીની ભરતીમાં ઈન્ટરવ્યુનો ભારાંક ૫૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરો
કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. મનીષ દોશીની માંગણી
જીપીએસસીની વર્ગ ૧/૨ ની પ્રોફેશનલ ટેક્નિકલ સંવર્ગની ભરતીઑમાં ઇન્ટરવ્યૂનો માતબર ૫૦% નો ભારાંક ઘટાડી પારદર્શિતા લાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું કે ગુજરાત જાહેર સેવા આયોગ તો વર્ષોથી બચાવ કરે છે કે ચિઠ્ઠી ખેંચીને અને કોડ નંબરથી ઇન્ટરવ્યૂ રૂમમાં ઉમેદવારે જવાનું એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ થતાની સાથે જ આ તર્કહિન દલીલનો છેદ ઉડી ગયો છે. ઈન્ટરવ્યૂ ભારાંક ૧૦% કરવો જોઈએ.
તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતીમાં ઇન્ટરવ્યૂ લેવાયા હતા. ભરતીના ઇન્ટરવ્યૂ શરૂ થયાના બે દિવસ પૂર્વે જ તેમની પાસે જે ઉમેદવાર જીપીએસસીના ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં બેસનાર હોય તેમના જ મોક ઇન્ટરવ્યૂ લીધા તથા માર્ગદર્શન આપેલ હોય જેની જીપીએસસીને જાણ થતા પરિણામ પર ૫૦% ઇન્ટરવ્યૂ ભારાંકની ગંભીર અસરો ના થાય તેને લક્ષમાં લેતા યોજાઈ ગયેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ.આવા ભૂતકાળમાં ઘણા કિસ્સા જોવા મળ્યા છે પરંતુ આજદિન સુધીમાં પ્રજા સમક્ષ આવે તે પહેલા સમગ્ર કાંડને દબાવી દેવામાં આવે છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા થોડા સમય પૂર્વે જ જીપીએસસી ના ૫૦% ઇન્ટરવ્યૂ ભારાંક ના મૂલ્યાંકન માં
ગોટાડા થાય તેમ હોય નામ. સુપ્રીમ કોર્ટના સૂચનને ધ્યાનમાં લઈને ઇન્ટરવ્યૂ ભારાંક ૧૦% કરવાની માંગ કરવામાં આવી હતી.
હાલમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયિક ઇન્ટરવ્યૂ પદ્ધતિના માંગના બાદ ઘણા ઉમેદવાર પાસેથી જાણવા મળ્યું કે રાજ્યનાં ૨૭ સરકારી વિભાગો અને ૧૭ મ્યુનીસીપલ કોર્પોરેશન અને નિગામોમાં મોટાભાગની વર્ગ૧/૨ પ્રોફેશનલ / ટેક્નિકલ કેડરમાં જેવી કે આસિસ્ટન્ટ પ્રોફેસર, એન્જીનીયર, તબીબી નિષ્ણાંત, સહિતની અન્ય મોટાભાગની કેડરમાં સીધી ભરતીના નામ નીચે ૫૦% ઇન્ટરવ્યૂનો ભારાંક રાખીને લેખિતના ટોપર ને અન્યાય કરવામાં આવે છે.
૫૦% ઈન્ટરવ્યૂનો ભારાંક કેટલો અન્યાયકારી છે. ઈન્ટરવ્યુ ભારાંક ૫૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાની માંગણી કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો.મનિષ દોશી દ્વારા કરવામાં આવી છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ