ઝઘડિયા તાલુફાના બામલ્લા ગામે પૈસાની લેવડ-દેવડના મામલે થયેલ ઝઘડામાં યુવકની હત્યા**મિત્રો વચ્ચે હાથ ખર્ચ માટે ઉછીના પૈસા માંગવાની બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા યુવકે જીવ ગુમાવ્યો*ઝઘડિયા, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે નજીવી બાબતે થયેલ ઝઘડામાં એક ૨૬ વર્ષીય યુવકની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી માહિતી મુજબ બામલ્લા ગામે રહેતા હસમુખ રમેશ વસાવાને રવિન્દ્ર છત્રસીંગ વસાવા (રહે.ગામ બામલ્લા, તા.ઝઘડિયા) તથા ગૌતમ દેવેન્દ્ર વસાવા (રહે. ગામ તવડી, તા.ઝઘડિયા) સાથે પૈસાની લેવડ-દેવડ બાબતે ઝઘડો થયો હતો. આ અંગે ઉમલ્લા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળેલ કે હસમુખ વસાવા, રવિન્દ્ર વસાવા તથા ગૌતમ વસાવા મિત્રો હતા, અને હાથ ખર્ચ માટે ઉછીના પૈસા માંગવાની બાબતે આ ઝઘડો થયો હતો. સામાન્ય ગણાતા આ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રવિન્દ્ર વસાવા અને ગૌતમ વસાવાએ બોલાચાલી કરી હસમુખ સાથે ઝઘડો કર્યો હતો અને રવિન્દ્ર વસાવાએ હસમુખ વસાવાને લાકડાથી માર માર્યો હતો, તેમજ ગૌતમ વસાવાએ પણ હસમુખને ઢિકાપાટુનો માર માર્યો હતો. આ ઝઘડા દરમ્યાન હસમુખ વસાવાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવક હસમુખ વસાવાને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાં તેને મરણ પામેલ જાહેર કરાયો હતો. આ ઘટના બાદ હસમુખ સાથે ઝઘડો કરનાર બન્ને ઇસમો ઘટના સ્થળેથી નાસી ગયા હતા. આ ઘટના સંદર્ભે મૃતક હસમુખ વસાવાના સંબંધી દેવન વસાવા (રહે.ગામ બામલ્લા, તા.ઝઘડિયા) એ રવિન્દ્ર છત્રસીંગ વસાવા અને ગૌતમ દેવેન્દ્ર વસાવાનાઓ વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here