ભરૂચ શહેરના ચાવજ વિસ્તારમાં આવેલ અલગ-અલગ સોસાયટીમાંથી ઘરફોડ ચોરી કરનાર બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ*ભરૂચ, પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એસ.શેલાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોપો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન બાતમી મળેલ કે “અગાઉ ઘરફોડના ગુનામાં પકડાયેલ ઇસમ ઉમેશ દયાળભાઈ બગડીયાનાનો ચોરી કરેલ ઈલેક્ટ્રીક વાયરના બંડલો સાથે એક સીલ્વર કલરની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. GJ-04-CD-8842 લઇ ચાવજ ગામથી ભરૂચ ઝાડેશ્વર ચોકડી તરફ આવે છે” જેવી બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો વોચમાં રહી એક ઈસમ ઉમેશ દયાળભાઈ બગડીયા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. GJ-04-CD-8842 લઇને આવતા તેને ઝડપી પાડી ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ખાતે લઇ આવી તેની ઉડાણપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને તેણે ચોરી કરેલ હોવાની કબુલાત કરતા આરોપી ઉમેશ દયાળભાઈ બગડીયાએ જણાવેલ કે ગત તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારના નવેક વાગ્યા દરમ્યાન ચાવજ ખાતે આવેલ શ્રી વૃંદાવનવિલા સોસાયટીના બંધ મકાનની પાછળની બારી કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઈલેક્ટ્રીક વાયરોના અલગ-અલગ સાઈઝના બંડલ નંગ-૨૦ ચોરી કરેલાની કબુલાત કરેલ, આ ઉપરાંત અગાઉ ચાવજ ગામની અલગ-અલગ સોસાયટીમાંથી અલગ-અલગ સમયે ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબુલાત કરેલ, તેમજ અંકલેશ્વર GIDC તથા ભરૂચ શ્રવણ ચોકડી પાસેથી મો.સા. ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. આ ચોરીમાં સંડોવાયેલ અન્ય ઇસમ નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઈ ભાભોરને પકડી લઇ તપાસ દરમ્યાન ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ ઈલેક્ટ્રીક વાયરના અલગ-અલગ સાઈઝના બંડલ તેમજ સોના-ચાંદીના દાગીના તથા ગુનાના કામે વપરાયેલ ચોરીની મો.સા. રીકવર કરી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here