જયંતીના દિવસે મહેશ વસાવાએ સી.આર પાટીલને પત્ર લખી રાજીનામું સોપ્યું, ગુજરાતનું રાજકારણ બદલવા નિર્ણય લીધો*નર્મદા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બી.ટી.પીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે આંબેડકર જયંતીના દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને રાજીનામું સોંપ્યું છે. તેઓએ વિચારધારા ન મળતી હોવાનું તેમજ ગુજરાતનું રાજકારણ બદલવા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. મહેશ વસાવા માત્ર એક વર્ષ પહેલાં જ 11 માર્ચ 2024ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તે સમયે તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. છોટુ વસાવાએ તેમના પુત્રને નાદાન ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને ગેરમાર્ગે દોર્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધને દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા હતા. આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો હતો.મહેશ વસાવાએ રાજીનામાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, જ્યાં વિચારધારા ન મળતી હોય ત્યાં કામ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતનું રાજકારણ બદલવા માટે તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમની અને છોટુભાઈની પાર્ટી એક જ છે.