અંકલેશ્વર, અંકલેશ્વર નેશનલ હાઈવે-48 પર યુપીએલ-1 કંપની નજીક એક ટેન્કરમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક ડ્રાઈવરની ઓળખ ઉત્તરપ્રદેશના હોરીલાલ યાદવ તરીકે થઈ છે. વલસાડથી અંકલેશ્વર આવેલા આ ટેન્કરને ચાલકે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ પર પાર્ક કર્યું હતું. ટેન્કર 24 કલાકથી એક જ સ્થળે ઊભું રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસની તપાસમાં ટેન્કરની કેબિનમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો ટેન્કરથી થોડે દૂર મળી આવ્યા છે. અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન અને ભરૂચ એલસીબીની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here