ધંધુકા ધોલેરા તાલુકા શહેરના સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો વિશાલ સંખ્યામાં હાજર રહ્યા.
અમદાવાદ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીનાં નવા નિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દાવડા નો સન્માન સ્વાગત કાર્યક્રમ એપીએમસીના સભાખંડમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં નવા નિયુક્ત થયેલ થયેલા અમદાવાદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં નવા નિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દાવડા નો સન્માન સ્વાગત કાર્યક્રમ દબદબાભેર ધંધુકા એપીએમસીના સભાખંડમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ પ્રસંગે દિપ પ્રાગટય કરી નવ નિયુક્ત પ્રમુખ શૈલેષભાઈ દાવડાનું ધંધુકા ધોલેરા તાલુકા સંગઠનના હોદ્દેદારો ઉપરાંત સ્થાનિક સ્વરાજય ની સંસ્થાઓના પદાધિકારીઓ નગરપાલીકા ધંધુકા, અમદાવાદ જિલ્લા પંચાયતનાં ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો આગેવાનો ધંધુકા એપીએમસીના ચેરમેન ઉપરાંત ધંધુકા ધોલેરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો સભ્યો કાર્યકરો સહીત વિશાલ સંખ્યામાં હાજર રહી નવા નિયુક્ત અમદાવાદ જીલ્લા ભા.જ.પ પ્રમુખ શૈલેષભાઈ દાવડાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.