આજે વિધાનસભા માં પ્રશ્નોતરી દરિમયાન મોરબી ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ ગૃહ માં પ્રશ્નોતરી દરમ્યાન બેઠાં બેઠાં મોબાઈલ ફોન માંથી સેલ્ફી ફોટો લેતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગુસ્સે થઈ ગયા હતા. કડક ભાષા માં ઠપકો આપી મોબાઈલ માંથી ફોટા ડિલીટ કરાવેલા હતાં. અને વધુ માં સૂચના આપેલ હતી કે બીજા કોઈ પણ ધારાસભ્ય આવું કરશે તો ગૃહ ની બહાર કાઢી મુકીશ! ! વિધાનસભા માં ફોટો પાડી શકાય નહીં અને વાત કરી શકાતી નથી..આમ છતાં થોડી વાર પછી બીજેપી ના ધારાસભ્ય અલ્પેશ ભાઈ ફોન પર વાત કરતા હતા તેથી અધ્યક્ષ શંકર ભાઈ ચૌધરી એકદમ ગુસ્સે થઈ ગયા હતા અને જણાવેલ કે આવું આજે બીજી વખત બન્યું છે!! ગૃહ ની અંદર ફોન થી વાત કરી શકાતી નથી. હવે પછી આવું થશે તો સૂચના નહીં આપીશ.. કડક પગલાં ભરી નિર્ણય લઈશ!!!
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ