સોમનાથ દાદાના સાનિધ્યમાં આ વાર્ષિકોત્સવમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગુભાઈ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રથમ નાગરિક અને પ્રમુખશ્રી પલ્લવીબેન જાની અને જયદેવભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અનિલભાઈ પંપાણીયા શૈક્ષિક સંઘના મહામંત્રી દિનેશભાઈ તથા વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બીપીનભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ ગઢીયા પીએમ શ્રી રમણેચીના આચાર્ય સામતભાઈ જાખોત્રા અને ગીર સોમનાથ મંડળીના પ્રમુખ વિરમભાઈ સોલંકી તેમજ શાળા પરિવાર એસએમસીના સભ્યો ફાલ્ગુનીબેન મનસુખભાઈ રમેશભાઈ ગીતાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા પરિવાર તરફથી શાળાના બાળકોની જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી જેમાં સ્ટેજ સંચાલન બાળકો દ્વારા અને તૃપ્તિબેન અને ભક્તિબેન દ્વારા કરવામાં આવેલ તેમજ સ્ટાફ પરિવાર જાગૃતીબેન રીચાબેન શીતલબેન અને હિતેશભાઈ અમીનભાઇ કિશનભાઇ પ્રતાપભાઈ ની જેમ જ રંગ લાવી હતી સમગ્ર કાર્યક્રમનો સંચાલન શાળાના આચાર્ય જાખોત્રા પરબતભાઈ ના માર્ગ દર્શન નીચે કરવામાં આવેલ
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ