પ્રભાસપાટણ તા. ૧૩ સોમનાથના રામરાજ ચોક તથા પાચકલા એમ બે સ્થળોએ પ્રતિમા બનાવાયેલ છે હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદા ની મૂર્તિ બનાવે છે જે તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચળકતા કાગડોથી તેને શણગારવામાં આવેલ છે વહેલી સવારથી જ આ પ્રતિમાના દર્શન પૂજન માનતા કરવા લોકો ઉમટે છે અને આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાંજના સમય બાદ આ મૂર્તિ સાનિધ્ય હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળી પ્રગટાવ્યા બાદ હોળીમાં દાણીધારીયા હોમી તેમજ કળશમાં પાણી ભરી તેની આડે શ્રીફળ રાખી હોળીની જળ રેડતા રેડતા પ્રદક્ષિણા કરે છે.

અને હોળી પ્રગટ થતા હોળીની ઉપર ગોઠવેલ ધજા કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગમી વર્ષ કેવું જશે તેની ધારણા બંધાય છે ગામના નવા

જન્મેલા સંતાનો અને નવા પરણેલા યુગલો ઘેર સ્વરૂપે ઢોલ શરણાઈ અને બહેનો ના ગીતો તથા સૌ પરિવારો હોળી ચકલામાં જઈ ભૈરવનાથ દાદા ની પૂજા કરી તેને ખજૂર ધરી હોળીની પ્રદક્ષિણા કરે છે.

ધુળેટી બપોર બાદ આ પ્રતિમાનું

(તસ્વીર : દેવાભાઈ રાઠોડ, પ્રભાસ પાટણ)

વિસર્જન કરવામાં આવે છે અને તેની માટી ઘેરે પ્રસાદી તરીકે લઈ જાય છે કાળભૈરવ એ ભગવાનનું સ્વરૂપ છે અને ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરાયેલ છે આમ આસ્થા ઉમંગ અને શ્રદ્ધા અને રંગ ગુલાલ સાથે લોકો હોળી ધુળેટીના તહેવારો ઉજવે છે.

બાઈક રોહિતભાઈ ત્રિવેદી

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here