અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી (મુખ્ય મથક) એ. જી. ગોહીલ તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.એસ.આઇ. જે. એમ. કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ)અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૧૦/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગરના બુધેલગામના વતની જેન્તીભાઇ રત્નાભાઇ ગોહીલ રહે. ભાવનગર તા.,જી.ભાવનગર વાળા અત્રે ‘‘નેત્રમ ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને જણાવેલ હોય કે, તેઓનો દિકરો અમરેલી ખાતે અભ્યાસ કરતો જેને મળવા માટે અમરેલી આવેલ હોય, અને આજરોજ સેન્ટર પોઇન્ટ પાસે સરદાર પાર્લરની બાજુમાંથી ભાવનગર ખાતે જવા માટે બેઠા હતા અને ભાવનગરની બસ આવતા બસમાં બેસી જતા રહેલ હોય, જે દરમ્યાન તેમનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂપિયા ૧૯૦૦૦/- વાળો કયાંક પડી ગયેલ હતો. જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ના પોલીસ સ્ટાફ દ્વારા સેન્ટર પોઇન્ટ પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતા સરદાર પર્લર પાસે એક અજાણી વ્યકિતને ફોન મળેલ હોય, બાદ તેને ટ્રેસ કરતા તે અજાણી વ્યકિત સેન્ટર પોઇન્ટ પાસે જોવા મળેલ હોય, બાદ પોલીસ દ્વારા તેમની પુછપરછ કરતા અરજદારશ્રીનો મોબાઇલ ફોન સેન્ટર પોઇન્ટ પાસેથી પડેલો મળેલ હોવાનું જણાવેલ હોય, જેથી જેન્તીભાઇ રત્નાભાઇ ગોહીલને મોબાઇલ ફોન બતાવતા આ મોબાઇલ ફોન તેઓનો હોવાનું જણાવેલ હોય, જે મોબાઇલ ફોન મૂળ માલીકને સહી સલામત પરત સોંપી આપેલ છે.
‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.એસ.આઇ.શ્રી જે.એમ.કડછાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના એ.એસ.આઇ. પ્રકાશભાઇ ગામીત, હેડ કોન્સ. મેહુલભાઇ ભુવા, પોલીસ કોન્સ. રાજેશભાઇ હિંગુ, અશોકભાઇ ખેતરીયા, વિજયભાઇ વાઘેલા વિ. સ્ટાફ દ્વારા ‘‘ તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ લક્ષી કામગીરી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here