અમદાવાદ જીલ્લાની ધંધુકા નગરપાલિકા ચૂંટણીમાં ૫ અપક્ષોના ફોર્મ રદ થયા : ૧ એકે ઉમેદવારી પાછી ખેચી ચૂંટણી મેદાનમાં ૬૦ ઉમેદવારો રહ્યો.
જેમા -૨૮ ભા.જ.પ/૨૮ કોગ્રેસ અને ભા.જ.પ ના બે બળવાખોરો સાથે ૪ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડશે. અમદાવાદ જીલ્લાના ધંધુકા નગરપાલિકા ચૂંટણી આગામી તા-૧૬ મી ફેબ્રુઆરી એ યોજાનાર છે.જેના સાત વોર્ડ ની ૨૮ બેઠકો માટે કોગ્રેસ ,ભા.જ.પ અને અપક્ષો ના ૬૬ ઉમેદવારી નોંધાવી હતી આજે ચકાસણી અને ફોર્મ પરત ખેચવાના છેલ્લા દિવસે હવે ચૂંટણી મેદાનમાં ૬૦ ઉમેદવારો રહ્યા છે. ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૬ ઉમેદવારો એ ઉમેદવારી કરી હતી.જેમાં ચૂંટણી અધિકારી ધ્વારા ૫ ફોર્મ (અમાન્ય) રદ કરવામાં આવ્યા છે. જેમાં ૨૮ ભા.જ.પ/૨૮ કોગ્રેસ અને ૪ અપક્ષ ઉમેદવારો નો સમાવેશ થાય છે.જે અપક્ષોમાં ભાજપના બે બેળવાખોર ઉમેદવારોનો સમાવેશ થાય છે.આજે ચૂંટણીનું ચિત્ર સામે આવ્યુ છે. જોવાનું રહ્યું હવે પરીણામો શું આવે છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ