પત્રકાર સામે ખોટા કેસ થશે તો DGની જવાબદારી: SC
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
સરકાર અને અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા પત્રકારોને હેરાન કરવા ખોટી ફરિયાદો નોંધાય છે દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મોટા ભાગના કેસોમાં પત્રકારો સામેના કેસો ખોટી ફરિયાદો પર આધારિત હોય છે, જો કોઈ પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ દાખલ કરવામાં આવશે તો તેના માટે રાજ્યોના DGP જવાબદાર રહેશે., જેના માટે સુપ્રીમ કોર્ટે તમામ સ્પષ્ટ નિર્દેશો રાજ્યોના પોલીસ મહાનિર્દેશકને આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ, ડિજિટલ મીડિયાના સ્વ-નિયમનકારી બોર્ડે સમગ્ર દેશમાં કોરોના સમયગાળા દરમિયાન નોંધાયેલા કેસોની ગંભીર નોંધ લીધી છે.આ સંદર્ભમાં,ડિજિટલ મીડિયાના સ્વ-નિયમનકારી બોર્ડ, ફેડરેશન ફોર કમ્યુનિટી ઑફ ડિજિટલ ન્યૂઝએ પણ ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેને સમાજના ચોથા સ્તંભની નિષ્પક્ષતા પર હુમલો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એપી સિંહે પત્રકારોની તરફેણમાં કોર્ટને આ અંગે સંજ્ઞાન લેવાની વિનંતી કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે પોલીસ મહાનિર્દેશકને આ સ્પષ્ટ સૂચના આપી હતી.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ