શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે પરણીતાએ નોંધાવી ફરીયાદ!વાંકાનેરની દિકરી સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે સાસરીયા હોય ત્યારે સાસરીયા પક્ષ દ્વારા પરિણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે રહેતા અને હાલ વાંકાનેર પંચાસર રોડ જ્યોતી વિદ્યાલયની બાજુમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલા એ આરોપી સંજયભાઇ પરસોત્તમભાઇ વાઘેલા (પતિ), ચેતનભાઇ પરસોત્તમભાઇ વાઘેલા ( દિયર), કાન્તાબેન પરસોત્તમભાઇ વાઘેલા (સાસુ) રહે- દુધરેજગામ વણકરવાસ સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ દિયરે અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી શંકા વહેમ કરી મેણા-ટોણા મારી અવાર નવાર મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી