પોલીસ-પરિવારને ગુમરાહ કરવાની થીયરી ફેઇલ: માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવાન ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધુ! માળીયા (મીયાણા) પોલીસ સ્ટેશનમાં બે સામે ફરીયાદ!માળીયા (મીયાણા) તાલુકાનાં વવાણીયા ગામના સીમ વિસ્તારમાં મોરબીથી શિકાર કરવા માટે બે મિત્રો ગયા હતા અને માળિયા (મિયાણા) નો એક શખ્સ તેની સાથે હતો ત્યારે આ ત્રણેય શખ્સો શીકારની રાહ જોઈને બેઠા હતા અને તેની પાસે દેશી બનાવટની લોડ કરેલી બંદૂક હતી તેવામાં શિકાર આવી જતા ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે લોડ કરેલી બંદૂકમાંથી યુવાન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મોત થયું હતું. જે બનાવ માં પોલીસ અને પરીવાર ને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોલીસે દુધ નું દુધ અને પાણી નું પાણી કરી નાખ્યું છે. આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ બે શખ્સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ માળીયા (મીયાણા ) તાલુકાનાં વવાણીયા ગામ પાસે શિકાર કરવા ગયેલા વસીમ પિલુડીયા નામના યુવાનને ગોળી વાગતા તેનું મોત નિપજ્યુ હતું જે બનાવમાં પહેલા તો પોલીસ અને મૃતક યુવાનના પરિવારજનોને ગુમરાહ કરવા માટે મૃતક યુવાનની સાથે રહેલા શખ્સોએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે શિકાર કરવા માટે જતા હતા ત્યારે યુવાન પોતાના બાઈક ઉપર થી પડી ગયો હતો અને તેની પાસે રહેલ બંદૂકમાંથી ગોળી છૂટવાના કારણે તે ગોળી યુવાનને વાગી હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસ સત્ય બહાર લાવવા સઘન તપાસ કરી રહી હતી અને સત્ય બહાર આવી ગયું છે.આ બનાવ માળિયા (મિયાણા) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અને સ્ટેશનથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ મળતી મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર ૧૦ માં રહેતા ગુાલમહુસેન અબ્દુલભાઈ પિલુડીયાએ માળિયા (મીયાણા) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અસ્લમ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે. મિયાણા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યા મુજબ તેનો દીકરો વસીમ ગુલામહુસેન પીલુડિયા તથા અસલમ અને જાવીદ માળિયા (મીયાણા) તાલુકાનાં વવાણીયા ગામનાં સીમ વિસ્તારમાં રોજડા નો શિકાર કરવા માટે થઈને મોરબીથી ગયા હતા અને ત્યારે બાવળની જાળીમાં અસ્લમે છુપાવી રાખેલ દેશી બનાવટની બંદૂકને કાઢી હતી અને તેને લોડ કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને દીકરો વસીમ સહિતના ત્રણેય વ્યક્તિઓ શિકારની રાહમાં હતા તેવામાં શિકાર આવી જતા તે બાબતે વસીમને અસ્લમ અને જાવેદ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ અસ્લમે જે બંદૂક લોડ કરીને રાખી હતી તેમાંથી જાવીદે વસીમ ઉપર ફાયરીંગ કર્યુ હતુ જેમાં વસીમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને હત્યાના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here