સોમનાથમાં ઠાકોરજીને વસંત પંચમીએ શ્વેત વસ્ત્ર-પુષ્પનો શણગાર કરાયો
દૈત્યસુદન ભગવાનને પુનમ સુધી દિવ્ય શણગાર કરાશે મંદિરમાં વસંતોત્સવની ઉજવણી
ઋતુરાજ વસંતના મહાપર્વ વસંત પંચમીના આગમનને વધાવવા સોમનાથ-પ્રભાસપાટ ણમાં દેવમંદિરો, હવેલીઓ અલૌકિક દિવય ભકતિભર્યો ઉત્સાહ છે. સોમનાથમાં આવેલ દૈત્યસુદન ભગવાનના દિવ્ય મંદિરનો પાટોત્સવ પણ વસંતપંચમીએ મનાવશે. મંદિરના સમગ્ર ભટ્ટ પરિવાર આ મંદિરના પુજારીઓ હોય છે.ઠાકોર મંદિરના પુજારી જયેશભાઈ ભટ્ટે જણાવ્યું કે વમંત પંચમીચી છેક ફાગણ સુદ પુનમ સુધી દૈત્યરુદન ભગવાનને સ્વેત વા રાયણગારના સુશોભન કરાય છે અને બપોરના રાજામીગ ધરાવી અબીલ., ગુલાલ અને કેશુડાના રંગથી ખેલવવામાં આવે છે. આજે કુંજ
ભરાય છે એટલે કે કેસુડા,આંબાના મોર, ખજૂર અને ધાણી ફગવા ચાંદીના કળશમાં ધરાય છે. આમ છેક હોળી-ધુળેટી સુધી વસંતોત્સવ મનાવવામાં આવે છે અને ચાંદીની કટોરીમાં કેશર, કેબુડા અને સગંધિત દ્રવ્યનો છંટકાવ કરી ભગવાનના
શ્વેત વસ્ત્રો ઉપર ગુલાલના છાંટણા કરવામા આવે છે.સોમનાથ તીર્થમાં પ્રભાસપાટણ અને પ્રાંચીમાં પૂર્વ વાહિની સરસ્વતી નદી આવેલ છે. જેનો પ્રભાસમાં ત્રિવેણી સંગમ થાય ધ છે. સોમનાથના સમુદ્ર તટે સરસ્વતી માતાજીનું મંદિર આવેલું છે. તેવી જ રીતે મુખ્ય બજાર તાલુકા શાળા પાસે આવેલ ઠાકોર મંદિરના પરિસરમાં પણ સરસ્વતી માતાજીનું મંદિર આવેલું છે. સોમનાથ મહાદેવ મંદિરે પણ પર્વ અનુરૂપ સંધ્યાએ શણગાર કરવામા આવે છે.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ