ધી નેગોશીએબલ ઇંસ્ટુમેંન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ભરુચ શહેર “એ” ડીવીઝન પોલીસ
ભરૂચ,
પોલીસ ઇન્સ્પેકટર કે.આર.વ્યાસ ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. નાઓના માર્ગદર્શન તથા સુચનાઓના આધારે નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા હાથ ધરવામાં આવેલ પ્રયત્નોના આધારે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ્ને બાતમી મળેલ, જેના આધારે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના કામે નામદાર ભરૂચ કોર્ટ દ્વારા છ માસની સાદી કેદની સજા ફરમાવેલ આરોપી રાહુલકુમાર માધુભાઇ સિરસાટ (ઉ.વ. ૨૮ રહે. સાબુગઢ ઝુંપડપટ્ટી, જે.બી.મોદી પાર્ક, ભરૂચ) સજાથી બચવા છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હોવાથી આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટ દ્વારા થયેલ હુકમ આધારે સજા વોરંટની બજવણી કરી આરોપીને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here