ચેક બાઉન્સના ગુનામાં છ માસની સજા પામેલ આરોપીને પકડી કાયદેસ૨ની કાર્યવાહી ક૨તી અંક્લેશ્વર શહેર” બી ” ડીવીઝન પોલીસ
અંક્લેશ્વર,
અંક્લેશ્વ૨ શહેર “બી”ડીવી.પો.સ્ટે. ના માણસો દ્વારા એડી.સિનિયર સિવિલ જજ & એ.સી.જે.એમ કોર્ટ અંક્લેશ્વર દ્વારા THE NEGOTIABLE INSTRUMENT ACT 1881 મુજબ ચેક બાઉન્સમાં ૧૩૮માં રકમ ભ૨વામાં કસુર થયેલ આરોપી રિયાજ અહેમદ હારુન રસિદ મુલ્લા, રહે. આશિર્વાદ હોટલ પાસે, વાલિયા ચોકડી, અંક્લેશ્વ૨, તા.અંક્લેશ્વ૨, જી.ભરૂચ. નાઓને છ માસની મુદત સુધીની સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ, જે આરોપી વિરુધ્ધ નામદાર કોર્ટ દ્વારા સજા વો૨ન્ટ ઇસ્યુ ક૨વામાં આવેલ અને આરોપી પોલીસ પકડથી નાસતો-ફરતો હોવાથી સદર નાસતા-ફરતા આરોપીને બાતમીના આધારે વાલિયા ચોકડી પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી અંક્લેશ્વર સબજેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here