છેલ્લા ચાર વર્ષથી ભરૂચ શહેર “સી ડીવી. પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનાના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,ભરૂચ*
ભરૂચ,
પો.સબ.ઇન્સ એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો ભરૂચ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડવા બનાસકાંઠા ખાતે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ તપાસમાં ગયેલ અને ત્યાં જઇ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.ના છેતરપીંડીના ગુનાના કામે નાસતા-ફરતા આરોપી મદનજી બચુજી ઠાકોર(રહે.કણજરા તા.ડીસા જી.બનાસકાંઠા) ને પાટણ જીલ્લાના બસ સ્ટેન્ડ પાસેથી પકડી તેમજ આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.સુપ્રત કરવામાં આવેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here