લાઠી પંથકમાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા નાળા અને પુલીયાને નવું જીવન મળવા જઈ રહ્યું છે. લાઠી બાબરાના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાના પ્રયાસોથી સરકાર પાસેથી 50.લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે. આ ફંડથી લાઠીના પ્રતાપગઢ ભીંગરાડ .છભાડીયા દામનગર અને વિસ્તારોમાં રોડ પરના જર્જરિત પથ્થરના નાળા અને પુલીયાને આરસીસીના બનાવવામાં આવશે.

લાઠી પંથકમાં આવેલા આ નાળા અને પુલીયા વર્ષોથી જર્જરિત હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમના પ્રયાસો સફળ રહ્યા અને સરકારે 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરી.

આ ગ્રાન્ટ મળવાથી લાઠી પંથકના લોકોમાં ખુશીનો માહોલ છે. વર્ષોથી જર્જરિત નાળા અને પુલીયા નવા બનવાથી લોકોને રાહત થશે અને તેમનું જીવન સરળ બનશે. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ વિકાસ કાર્ય માટે સરકારનો આભાર માન્યો છે અને આ વિસ્તારના લોકોને શુભકામનાઓ પાઠવી છે.

વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં:

ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ હંમેશા વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી છે. તેઓ વાદ-વિવાદમાં ન પડી વિકાસ કાર્યોમાં વ્યસ્ત રહે છે. લાઠી પંથકમાં આ મંજૂર થયેલી ગ્રાન્ટ તેમના આ સૂત્રને સાકાર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here