જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ પાંચ ટ્રેકટર-ટ્રોલીને પકડી અંદાજીત પચ્ચીસ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તાલાળા તાલુકાના ભેટાળી ખાતેથી અને સોમનાથ બાયપાસ ખાતેથી એક નંબર વગરનું અને નંબર વગરની એક ટ્રોલી બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ પકડવામાં આવ્યાં હતાં.

તેમજ તાલાલા ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં.GJ-08-CM-7997 અને ટ્રોલી નંબર GJ-11-U-3005 બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ પકડવામાં આવ્યાં હતાં.

ઉપરાંત સોમનાથ ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં.GJ-32-AA-1123 અને ટ્રોલી નંબર GJ-32-T-1172 તેમજ સોમનાથ ચોકડી ખાતેથી એક ટ્રેકટર નં.GJ-32-AA-5313 અને નંબર વગરની ટ્રોલી બિ.લા.સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ પકડવામાં આવ્યાં હતાં.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here