રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ બાબરા તાલુકાના સાત હનુમાન, નાની કુંડળ મુકામે પાણી પુરવઠા જૂથ યોજના અન્વયે કામગીરીની સમીક્ષા કરી હતી. બાબરા ગૃપ ઓગમેન્ટેશન યોજનામાં સમાવિષ્ટ ૩૮ ગામ, ૨ પરા વિસ્તાર, ૧ શહેર વિસ્તાર અંતર્ગત બાબરા અને ચમારડી ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ યોજના અન્વયે અંદાજે કુલ રૂ. ૪૨૦૪.૦૪ લાખ નેટ રકમના કામો કરવાનું આયોજન હતું, જેમાં પાઈપલાઈન નેટવર્ક જૂનું હોય અને અવારનવાર લીકેઝ અને ભંગાણને કારણે પાણી વિતરણમાં અડચણો થતી હોય તેને દૂર કરવા તેમજ આ યોજનાને ૧૦૦/૧૪૦ એલ.પી.સી.ડી મુજબ સુધારણા યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓવરઓલ ૭૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

બાબરા ગૃપ ઓગમેન્ટેશન યોજનામાં સમાવિષ્ટ ૩૮ ગામ, ૨ પરા વિસ્તાર, ૧ શહેર વિસ્તાર અંતર્ગત બાબરા અને ચમારડી ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. પાઈપલાઈનની કામગીરી પણ પૂર્ણતાના આરે છે.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુ કે, રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી પીવાનું શુદ્ધ પાણી મળે અને નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. બાબરા તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજના અન્વયે બાકી રહેતી કામગીરી પ્રગતિમાં છે. મંત્રીએ વધુમાં કહ્યુ કે, બાબરાના કીડી ગામ નજીક પીવાના પાણી માટે સંપ બનાવવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની મુલાકાત વેળાએ અને સમીક્ષા બેઠકમાં કાર્યપાલક ઈજનેર (પાણી પુરવઠા) અમરેલી પી.જે.વઘાસીયા, કાર્યપાલક ઈજનેર (વાસ્મો) અમરેલી આર.આર.વામજા, નાયબ કાર્યપાલક ઈજનેર (બાબરા પાણી પુરવઠા) પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) અમરેલીવિજય રાઠોડ, નાયબ કાર્યપાલક ઈજનેર (પંચાયત ઈરીગેશન) અમરેલી પંચાલ, અન્ય અધિકારીઓ-કર્મચારીઓ અને નાની કુંડળ ગ્રામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here