ચુડા તાલુકા પંચાયત ખાતે વીસીઈની મીટીંગનું આયોજન કરાયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ – કે.વાય.સી. કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે.
જેમાં રેશનકાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશનકાર્ડમાં E-kyc કરાવી લેવા ચુડા મામલતદાર એ.પી. ભટ્ટ દ્વારા અનુરોધ કરાયો હતો.
ચુડા તાલુકા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને પણ E-kyc કરાવવા માટેની સુચના આપવામાં આવી હતી.
વધુમાં ચુડા તાલુકા મામલતદાર દ્વારા જણાવાયું હતું કે રેશનકાર્ડ ધારક ઘરબેઠા “My ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું E-kyc કરવા માટે પ્રયાસો હાથ ધરવા અંગે સૂચનો કર્યા હતા.ચુડા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈને E-kyc માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધારકાર્ડ નંબરની માત્ર વિગતો આપીને સરળતાથી કેવાયસી કરાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
ચુડા તાલુકા વિસ્તારનાં સસ્તા અનાજના દુકાનદારની દુકાને જઈને PDS+ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું E-kyc હાંકલ કરી હતી.
ચુડા તાલુકા વિસ્તારમાં ગ્રામ પંચાયતના VCE દ્વારા PDS+ એપ્લિકેશન થી કુટુંબના તમામ સભ્યોનું E-kyc કરવાં માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
આંગળીના ટેરવે સરળ પ્રક્રિયા હોવાથી સમય અને નાણાંનો બચાવ થશે.આથી સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે. ઓનલાઈન એપ્લિકેશનનાં માધ્યમથી ઈ – કે.વાય.સી. કરાવવાની પ્રક્રિયા સરળ છે.
રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે.
વધુ જણાવતા કહ્યું હતું કે E-kyc એટલે રેશનકાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખવાની ખરાઈ છે. E-kyc કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.
સરકારી યોજના જેવી કે NFSA, આયુષ્યમાન ભારત યોજના, વિદ્યાર્થીની શિષ્યવૃતિ, મકાન સહાય, કૃષિ સહાયમાં રેશનકાર્ડનો E-kyc થયેલો ડેટા ઉપયોગમાં લેવામાં આવનાર હોવાથી તમામ રેશનકાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશનકાર્ડમાં E-kyc કરાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ મિટિંગમાં ચુડા મામલતદાર એ.પી.ભટ્ટ તથા તાલુકા વિકાસ અધિકારી તથા ટીએલઈઓ તથા મોટી સંખ્યામાં વીસીઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર