ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવા મહત્વપૂર્ણ પહેલ
નવા – નાના વેપારધંધા માટે માત્ર ત્રણ દિવસમાં
ગાંધીનગર:-પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
વેપાર-ધંધા માટે નવા જીએસટી રજીસ્ટ્રેશનમાં ઘણા દિવસો નીકળી જતા હોય છે પરંજુ હવે કામકાજના ત્રણ જ દિવસમાં નોંધણી થઇ જાય તેવી પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે. આ નવી સૂચિત સિસ્ટમને જીએસટી કાઉન્સીલે સૈધ્ધાંતિક મંજુરી આપી દીધી છે જે લાગૂ થવાના સંજોગોમાં નાના અને નવા વેપાર ઉદ્યોગકારોને મોટી રાહત થશે.
કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, નવી સૂચિત સિસ્ટમથી બે ઉદ્દેશ પાર પાડી શકશે. નવા રજીસ્ટ્રેશનમાં બીન જરૂરી તપાસ-ઢીલ અને શ્રુાક કારણોથી મંજુરી ન આપવાની ફરિયાદો દુર થશે. આ સિવાય બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોના આધારે અનેક રજીસ્ટ્રેશન મેળવવાના કૃત્યો પર લગામ લાગશે.
જીએસટી વિભાગ દ્વારા નવા રજીસ્ટ્રેશન મેળવનાર પેઢીઓનો સર્વે કરાયો હતો. તેમાં ૯૮ ટકા ટેક્સોમાં અરજદારોએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ-ઓન નહીં કર્યાનું અથવા પાંચ લાખની મર્યાદામાં જ પાસ-ઓન કર્યાનું માલુમ પડયું હતું. નવી સિસ્ટમમાં પાંચ લાખની મર્યાદા સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવે તો ૯૮ ટકા કેસોમાં અરજદારો માટે પ્રક્રિયા સરળ થઈ જાય અને અરજી થયાના કામકાજમાં ત્રણ દિવસમાં જ પોર્ટલ પર રજીસ્ટ્રેશન શક્ય બની જશે.
અરજદારે કરવેરા ઓફિસમાં ધક્કા ખાવાની જરૂર નહીં રહે તે કરવેરા અધિકારીએ અરજદારની ઓફિસનું ફીઝીકલ વેરીફિકેશન કરવાની આવશ્યકતા રહે.
આ પ્રક્રિયાથી ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેશ’ને પ્રોત્સાહન મળવાની સાથોસાથ જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા એકદમ સરળ બની જશે. અધિકારીઓ પર કાર્યબોજ હળવો થશે અને શંકાસ્પદ-જોખમી અરજીઓ પર વધુ ધ્યાન આપી શકશે.સૂચિત સિસ્ટમમાં રજીસ્ટ્રેશન માટે ચાર સીરીપ માળખુ ઘડવામાં આવ્યું છે. પ્રથમ સ્તરે નવા અને નાના વેપાર ઉદ્યોગકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કક્ષામાં રજીસ્ટ્રેશન કરાવનારાએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ-ઓન નહીં કરવાની રહે અથવા પાંચ લાખની મર્યાદામાં જ ક્રેડિટ પાસ કરવાની રહેશે. આ પ્રકારની અરજીમાં ત્રણ દિવસમાં જ રજીસ્ટ્રેશન ફાળવી દેવાશે.
આધાર કેન્દ્રીત ઓથેન્ટીફીકેશન હેઠળ સમગ્ર પ્રક્રિયા થશે. આ સ્તરમાં રજીસ્ટ્રેશન કરાવનાર વેપારી પાંચ લાખની નિયત લીમીટથી વધુ ક્રેડિટ પાસ-ઓન નહીં કરી શકે.