રાજ્યસભાના ચાલુ સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે ડો. ભીમરાવ આંબેડકર વિશે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને વિપક્ષના ચુંટાયેલા સાંસદ અને વિરોધ પક્ષ નાં નેતાઓ એ તોડી મરોડી ખોટું અર્થઘટન કરી રહ્યાં હોવાના આક્ષેપ સાથે ઊના મત વિસ્તાર નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નાં નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી નાં હોદેદારો કાર્યકરો એ શખ્સ શબ્દોમાં વખોડી કાઢી ને વિરોધ
પક્ષના નેતા નું પુતળા દહન કરી વિરોધ કર્યો હતો.આ તકે ભારતીય જનતા પાર્ટી બંધારણ નાં ધડવૈયા બાબા સાહેબ આંબેડકરના વિચારોની સાથે હર હંમેશ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન સમયે ઉના મત વિસ્તાર નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, નગરપાલિકા ના સદસ્યો, વિવિધ સંગઠનના મોરચાના પ્રમુખ, મહામંત્રી ઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ મહેશ વાજા સોમનાથ