તારીખ 6 થી 10નવેમ્બરના રોજ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 86મી SGFI સ્ટેટ લેવલ U-14 ભાઈઓ અને બહેનો હેન્ડબોલ ટુર્નામેન્ટ નું આયોજન પંચોટ મહેસાણા મુકામે યોજાયેલ હતું જેમાં જિલ્લાની વિવિધ શાળાઓની ટીમો એ પાર્ટિસિપેશન કરેલ હતું. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાની ભાઈઓ અને બહેનો ટીમોએ ખુબ જ સારું પ્રદર્શન કરી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ. જેમાં ભાઈઓમાં (૧) વાઘેલા સૂર્યદીપ, (૨) દુદેવ નરેશ. (૩) ગોહિલ મંદિપ, (૪)હુંબલ દિવ્યેશ. (૫) ગજેરા ઓમ,. (૬) ચૌહાણ નવીન (૭) ઢીલા રાજવીર, (૮) રાઠોડ રુદ્ર (૯) દેસાઈ કર્તવ્ય (૧૦) જાદવાણી કાર્તિક, (૧૧) જાદવ અવધ, (૧૨) બારડ રુદ્ર અને બહેનોમાં (૧)તમગડા માનસી, (૨) શેખ નયના. (૩) ગોસાઈ ભક્તિ, (૪) ઝાપડિયા સુનિતા, (૫) મેર રિદ્ધિ, (૬) મકવાણા જેનીશા, (૭) પઢિયાર માહી મેડલ મેળવેલ કોચ દ્વારા પ્રશિક્ષણ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે

તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી દ્વારા ખેલાડીઓને અને કોચ રવિભાઈ નાવડીયા તેમજ ટ્રેનર અંશભાઈ પટેલ. કાજલબેન ડાંગરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.