કન્યા છાત્રાલય રોડ ઉપર ગટ્ટરની કુંડી હાડકા તોડ બને તે પહેલા ઢાંકણું નાખવા માંગણી!
મોરબી નગરપાલિકામાં કોઈ પણ કામ તકલાદી થઈ રહ્યા હોય કામ થયા પછી દોઢ બે મહિનામાં જ તે કામની ગુણવત્તા નબળી હોવાનું બહાર આવતું હોય છે .મોરબીનો એક પણ રોડ સારી રીતે ચાલી શકાય તેવો નથી. ત્યારે ઘણા રોડ ઉપર ગટ્ટરના ઢાંકણા છાસવારે તૂટી ગયેલા જોવા મળે છે. આવું જ એક ઢાંકણું કન્યા છાત્રાલય રોડ ઉપર તૂટી ગયું હોય તેમાં કોઈ પડે અને શરીરના અંગ તૂટે તે પહેલા આ ગટ્ટરની કુંડી નું ઢાંકણું નાખી દેવા લોકોમાં માંગ ઉઠી છે. મોરબીનો કન્યા છાત્રાલય રોડ ઉપરથી સરદાર નગર ,નાની કેનાલ રોડ સહિતના લોકોની અવરજવર રહે છે અને આ રોડ તદ્દન સાંકડો છે એક વાહન સામેથી આવતું હોય તો સાથે બીજું વાહન પસાર ન થઈ શકે. ત્યારે રોડ વચ્ચેની જ ગટ્ટરની કુંડી નું ઢાંકણું તૂટી ગયું છે અને તેમાં દિવસ માં તો દેખાઈ રહે છે પરંતુ રાત્રી એ અંધારામાં કોઈ તેમાં પડે તો ચોક્કસ હાથ પગ તૂટે તેમાં કોઈ શંકા નથી. આવી કોઈ ભાંગ તોડ ની ઘટના બને તે પહેલા આ તૂટી ગયેલો ગટ્ટરનું ઢાંકણું કાઢીને નવું ફીટ કરવામાં આવે તેવી આ વિસ્તાર નાં લોકો ની માંગણી અને લાગણી છે.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી