ચિંતન શિબિરની સંધ્યા સૂરીલી બની

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અધિકારીઓએ માણી સૂરમયી પ્રસ્તૂતિ

ગીર સોમનાથ, તા.૦૬: જિલ્લાકક્ષાની ચિંતન શિબિરની સાંજે સંગીતમઢી સાંસ્કૃતિક સૂરીલી સંધ્યાનું આયોજન કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ચિંતન શિબિરના પ્રથમ દિવસે દિવસ દરમિયાન ગહન ચિંતન-મનન બાદ સાંજે ગુજરાતી સાહિત્ય, દુહા-છંદ મઢી સંગીતમય પ્રસ્તુતિ સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

સંગીતમય સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ કલાકાર પ્રણિત ચાંદેગરાએ દુહા-છંદ-ચોપાઈની રમઝટ બોલાવી હતી તો મોહિત મેઘનાથીએ ભજનની પ્રસ્તુતિ કરી હતી.

ટાપરિયા ધાનીએ સુગમ સંગીત અને રામ યશએ શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતી કરી હતી. સાહિત્યકાર દેવાભાઈ વીરડા અને વિજયભાઈ ગઢવીએ લોકસાહિત્યની વાતો કરીને રંગ જમાવ્યો હતો.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢવી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, ચિરાગ હિરવાણીયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here