તા. 19-08-2021

અમરેલી શહેરમાં રવિવાર સુધી કેનાલ સાફ-સફાઈની કામગીરીના લીધે પાણી પુરવઠા વિતરણમાં અનિયમીતતા સર્જાશે

નગરજનોને પાણીનો કરકસરપુર્વક વપરાશ કરવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ

હાલ અમરેલી શહેરને પાણી પુરવઠો પૂરો પાડતી મહી પરીએજ યોજનાની કેનાલમાં સાફ, સફાઈ અને મરામતની કામગીરી શરૂ હોવાનાં કારણે અમરેલી નગરપાલિકાને મહી પરીએજ યોજનાનું પાણી આવતા રવિવાર એટલે કે તા.૨૨/૦૮/૨૦૨૧ સુધી અપુરતા તથા અનિયમીત મળવાનું હોવાથી પાણી પુરવઠા વિતરણમાં અનિયમીતતા સર્જાય શકે તેમ છે. આ યોજનાનું પાણી શરૂ થતા રાબેતા મુજબ નિયમીત પાણી પુરવઠા વિતરણ શરૂ કરવામાં આવશે. આ બાબતને ધ્યાને લઈ તમામ નગરજનોને પાણીનો કરકસરપુર્વક વપરાશ કરવા અમરેલી નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રીપોર્ટર:- વિપુલ મકવાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here