તા. 19-08-2021
અમરેલી જિલ્લામાં જાતીય પરીક્ષણના ગુના રોકવા માટે દરેક પીસીપીએનડીટી એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી ચાલુ હોસ્પિટલ/ ક્લિનિક/ સંસ્થાઓમાં બિનઅધિકૃત લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા ૩૦ દિવસના ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સીસીટીવી કેમેરા જે તે સ્થળને સંપૂર્ણપણે આવરી લે તેવી રીતે પૂરતી સંખ્યામાં લગાવવાના રહેશે
અને ચોવીસે કલાક કાર્યરત રાખવાના રહેશે. નક્કી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતી વ્યક્તિનો ચહેરો આસાનીથી ઓળખી શકાય એવી રીતે કેમેરા લગાવવાના રહેશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું તા: ૨૯-૯-૨૦૨૧ સુધી અમલમાં રહેશે.
રીપોર્ટર:- વિપુલ મકવાણા