ગીર સોમનાથ, તા.૦૬: સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તેનું સાતમું સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે. વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ ખાતે આવેલ CMTC સેન્ટરમાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં CMTCમાં “તમામ માટે પૌષ્ટિક આહાર”થીમ તૈયાર કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆના માર્ગદર્શન હેઠળ ન્યુટ્રીશન આસિસ્ટન્સ ધમલ નિકિતા રમેશભાઈ તથા CMTC સેન્ટરના મોરી મૃણાલી દ્વારા બાળકો તથા તેના વાલીઓને કુપોષણ સામે કેમ લડત આપવી તથા નવા પોષણયુક્ત ફૂડ કેમ બનાવવું તેની સમજ આપવામાં આવી હતી.
આ પોષણ માસની ઉજવણી દરમિયાન અંદાજે ૮-૧૦ જાતના પોષણયુક્ત ફૂડ તૈયાર કરી બાળકો તથા તેના વાલીઓને આપવામાં આવ્યાં હતાં. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.ચૌધરી તથા અધિક્ષક શ્રી ડૉ.ડાકી તથા CMTC સેન્ટરના તમામ સ્ટાફ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસપાટણનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ