મેંદરડા ના છેવાડાના બોડી ગીર ગામે બરર્ણેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
સમસ્ત ગ્રામજનો દ્વારા મહાદેવ મંદિરે શ્રાવણ માસ પૂર્ણ થતાં સત્યનારાયણ કથા,ધૂન,કીર્તન પ્રસાદ વગેરેનો લાભ લીધો
મેંદરડા તાલુકાના છેવાડા નું બોડી ગીર ગામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રોજે રોજ બરર્ણેશ્વર મહાદેવ મંદિરે વિવિધ શૃંગાર દર્શન અને રોજ ભજન, કીર્તન,ધુન,રુદ્રાભિષેક,મહાપૂજા વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા
મહેશ બાપુ અપારનાથી એ જણાવ્યું હતું કે તા.૪/૯ ના રોજ રાત્રે બરર્ણેશ્વર મહાદેવ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ હતું અને સાથે ધૂન,ભજન, પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા
મહેશબાપુ એ વધુમાં જણાવેલ હતું કે આ બરર્ણેશ્વર મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના વર્ષ દરમિયાન કરવામાં આવેલ હતી જેથી અહીં બોડી ગીર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના શિવ ભક્તો સહીતનાઓ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હોય છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા