જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ ક૨ના૨ આરોપીને પકડી પાડતી અંક્લેશ્વ૨ શહેર “બી” ડીવીઝન પોલીસ
અંક્લેશ્વર,
પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી ક૨વા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ભુતિયા અંક્લેશ્વ૨ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વ૨ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુના મુજબના કામના આરોપીએ જમીન વેચાણના મંજુરી અંગેના ખોટા પત્રકો બનાવી તેના ખરા તરીકે ઉપયોગ ક૨ાવેલ હોય જે આધારે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ઈસ્માઈલ યુસુફ સુલેમાન પાંડોર, ઉં.વ.૭૮, ૨હે. ઈથાના ફળિયું, જીતાલી, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ