ભરૂચ શહેર “સી” ડીવીઝન તથા આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક જ રાત્રીમાં બે મારૂતી ઇક્કો કારની થયેલ ચોરી તેમજ વડોદરા ગ્રામ્યમાં થયેલ ઇક્કો ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ
ભરૂચ,
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓએ ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી.નાઓના માર્ગદર્શન અનુસાર ઉપરોક્ત સુચનાઓના આધારે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવી, વાહન ચેકીંગ, નાકાબંધી વિગેરે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી, સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.ભરૂચ શહેરમાં ઝાડેશ્વર કે.જી.એમ. સ્કુલ પાસેથી તથા આમોદ તાલુકાના સમની ગામેથી એક જ રાત્રીમાં બે ઇક્કો ગાડીની ચોરી થયેલ હતી જેથી ઇક્કો કારની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવા અને વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરનાઓની ટીમ CCTV ફુટેઝ તથા ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ હાથ ધરેલ હતું.આ સમય દરમ્યાન તેઓની ટીમને બાતમી મળેલ કે “ભરૂચ જિલ્લામાં હાલમાં ઇક્કો ગાડીઓની થયેલ ચોરીઓમાં વડોદરાનો બદરૂદ્દીન ઉર્ફે અનવર સૈયદ સંડોવાયેલો છે અને તે તેના સાગરીતો મારફ્તે ગાડીઓ વડોદરા લઈ જઈ અન્ય જગ્યાએ વેચી નાખે છે અને હાલ વડોદરા શહેર તેના ઘરની બહાર ૦૨ ઇક્કો ગાડીઓ પાર્ક છે તે શંકાસ્પદ છે” જે મુજબની ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી.ટીમને તાત્કાલિક તપાસમાં મોકલી આપવામાં આવેલ હતી અને તપાસમાં ગયેલ ટીમને તેના ઘરની બહારથી ૦૨ ઇક્કો કાર મળી આવેલ હતી અને ઘરમાં તપાસ કરતા બદરૂદ્દીન સૈયદનો પુત્ર સફવાન મળી આવતા તેને બન્ને ઇક્કો કારનો કબ્જો ધારણ કરવા બાબતે પુછતા તે કોઇ સ્પષ્ટ અને સંતોષકારક જાણકારી આપી શકેલ નહિ જેથી તેની વધુ ઊંડાણપુર્વક પુછપરછ કરવા ભરૂચ એલ.સી.બી. કચેરી ખાતે લઈ આવી તેની સઘન પુછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે પોતાના પિતા ઇક્કો ગાડીઓની ચોરીઓ કરે છે અને તેઓ રાત્રીના સમયે અમારી ઇક્કો ગાડીમાં તેના માણસો સાથે લઈ અલગ-અલગ શહેરોમાં ઇક્કો ગાડીઓ ચોરી કરવા જાય છે આજથી બાર-તેર દિવસ અગાઉ ભરૂચ બાજુ ગયેલા અને ૦૨ ઇક્કો ગાડી ચોરી કરી લાવેલા અને બે દિવસ પછી અમે બન્ને બાપ-દિકરો ગોધરા ગાડી વેચવા માટે ગયેલા અને મારા પિતાજીએ તેમના મિત્રને ગોધરામાં ગાડી વેચી દિધેલી ત્યાર બાદ તે જ રાત્રીએ મારા પિતાજી અમારી ઇક્કો ગાડી લઈ વડોદરાના ડેસર બાજુ ઇક્કો ગાડીની ચોરી કરવા ગયેલા અને ત્યાંથી એક ઇક્કો કાર ચોરી કરી લાવેલ જે ઇક્કો કાર પણ બે દિવસ પછી અમે બન્ને ગોધરા વેચી દિધેલ હતી. જે મુજબની હકીકત જણાવતા આરોપી પાસેથી મળી આવેલ ૦૨ ઇક્કો કાર તથા મો.નં.૦૧ મળી કુલ કિં.રૂ.૪,૧૦,૦૦૦/- કબ્જે કરી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશને-૦૧ તથા આમોદ પોલીસ સ્ટેશને-૦૧ તથા વડોદરા ગ્રામ્ય ડેસર પોલીસ સ્ટેશને -૦૧ મળી ઇક્કો ચોરીના ૦૩ ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીને તથા તેના સાગરીતોને વૉન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ ભારતીય નાગરીક ન્યાય સંહિતા ૨૦૨૩ ની સલંગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે તથા આમોદ પોલીસ સ્ટેશને તથા વડોદરા ગ્રામ્યના ડેસર પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) સફવાન બદરુદ્દીન ઉર્ફે અનવર સૈયદ, રહેવાસી. મ.નં.૨૭, જલારામ પાર્ક, નુરાની મહલ્લો, એકતા નગર, આજવા રોડ, વડોદરા.
વૉન્ટેડ આરોપી
(૧) બદરુદ્દીન ઉર્ફે અનવર મયુદ્દીન સૈયદ, રહેવાસી. મ.નં.૨૭, જલારામ પાર્ક, નુરાની મહલ્લો, એકતા નગર, આજવા રોડ, વડોદરા.
કબ્જે કરેલ મુદ્દામાલ:
(૧) ઇક્કો ગાડી રજી. નં. GJ-13-NN-1449 કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/-
(૨) સફેદ ઇક્કો ગાડી એંજીન નંબર G12BN641567 કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/-
(૩) આરોપીની અંગઝડતીમાંથી મોબાઇલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા. ૪,૧૦,૦૦૦/-
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ