રતનપોર બાવાગોર દરગાહ ખાતે આવેલ શ્રધ્ધાળુને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારેલ આરોપીને પકડી પાડતી રાજપારડી પોલીસ
નર્મદા,
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મહિલા તથા બાળકોને અત્યાચારના ગુનાના કામે તાત્કાલીક આરોપીને શોધી કાઢવા આપેલ સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા અંક્લેશ્વર વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર આર.એમ.વસાવા તથા પોલીસ ઇન્સપેકટર બી.એમ.ચૌધરી IUCAW ભરૂચનાઓના શરીર સંબંધી ગુનાના કામે તાત્કાલીક આરોપીને પકડવા માટે અને તેનો કડક અમલ કરાવવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના મુજબ રાજપારડી પોલીસ પ્રયત્નશીલ હોય,
રાજપારડી પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુના મુજબના ગુનો તા.૦૨/૦૯/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ હતો.જે ગુનાના કામે ફરીયાદી(ભોગબનનાર)નાઓ એક વર્ષ પહેલા પોતાની માતાની માનસીક બીમારીની સારવાર અર્થે રતનપોર બાવગોર ગરગાહ ખાતે આવેલ હતા.તે વખતે આ કામના આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે સફુ બાપુ મહમંદ નુબી, રહે.રતનપોર, બાવાગોર દરગાહ, તા.ઝઘડીયા, જી.ભરૂચ નાઓને મળેલ અને આરોપીએ ફરીયાદી (ભોગબનાનાર)નાઓને જણાવેલ કે તમારી માતાની સારવાર અર્થે તમારે દરગાહ ઉપર રોકાવું પડશે તેમ કહેતા ફરીયાદી(ભોગબનનાર)અને તેઓની માતા રતનપોર બાવાગોર દરગાહ ખાતે આરોપીએ આપેલ રૂમમાં રોકાયેલ હતા.તે પછી આ કામના આરોપીએ ફરીયાદી(ભોગબનાનર)ની એકલતાનો લાભ લઇ રૂમમાં જઇ ફરીયાદી (ભોગબનનાર)ને સાથે વાતચીત કરી હાથ પકડી કહેતો હતો કે હું જે પાણી આપું છું તે પી લેવું જેથી સારું થઈ જશે તેમ કહી અઠવાડીયે-અઠવાડીયે રૂમ ઉપર આવી ફરીયાદી(ભોગબનનાર)ની મરજી વિરૂધ્ધ શરીર સંભોગ બાંધેલ અને ફરીયાદીને કહેલ કે મારી પત્નિને છોકરા થતા નથી જેથી હું તારી સાથે જ લગ્ન કરીશ તેવી ખોટી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદી સાથે લગ્ન ન કરી ફરીયાદી(ભોગબનનાર)ને સદર વાત બહાર જવી જોઇએ નહી નહીંતર ફેમેલીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ કરતો હતો.
જેના આધારે પોલીસ ઇન્સપેકટર બી.એમ.ચૌધરી IUCAW ભરૂચનાઓના સીધા માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ સ્ટેશન સ્ટાફનાઓ દ્વારા સદર બળાત્કારના ગુનાનો આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે સફુ બાપુ મહમંદ નુબી, રહે.રતનપોર, બાવાગોર દરગાહ, તા.ઝઘડીયા, જી.ભરૂચનાને રતનપોર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી B.N.S.ની સંલગ્ન કલમો મુજબ આગળની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
ઇમ્તીયાઝ ઉર્ફે સફુ બાપુ મહમંદ નુબી, ઉ.વ.૪૩, રહે.રતનપોર, બાવાગોર દરગાહ, તા.ઝઘડીયા, જી.ભરૂચ.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ