મેંદરડાના પીપળેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
પવિત્ર શ્રાવણ માસ નો અંતિમ સોમવાર અને સોમવતી અમાસે ભાવિ ભક્તો એ બહોળી સંખ્યામાં દર્શન કર્યા
મેંદરડાના પીપળેશ્વર મહાદેવ મંદિર ના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માંસ દરમ્યાન મહાદેવને રીજવવા ભાવી ભક્તો દ્વારા પૂજા અર્ચના રુદ્રાભિષેક વગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો લોકો દ્વારા કરવામાં આવેલ હતા
જ્યારે શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને સોમવતી અમાસ ના દિવસે ભાવિ ભક્તો મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા લોકો ઉમટી પડ્યા હતા મહાદેવ ને વિવિધ શણગાર સજી દીપમાળા સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને હર હર મહાદેવના નાથ સાથે સમગ્ર પરિસર શિવમય બન્યું હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા