અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિવિધ ગામોમાં મકાનોને થયેલ નુકસાનીનો પણસર્વે શરૂ કરાયો

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

તાલુકા વહીવટી તંત્ર દ્વારા પાંચ ટીમો બનાવી ૨૦ જેટલાં અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવશે

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના માર્ગદર્શનમાં જિલ્લાભરમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી થયેલી નુકસાની બાબતે વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરી રહ્યું છે. સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી નાગરિકોના મકાનોને થયેલી નુક્સાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી માટે તાલુકા કક્ષાએ પાંચ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા સ્થળ મુલાકાત કરી ઝીણવટપૂર્વકનો સર્વે હાથ ધર્યો છે. સાણંદના ઉપરદળ, વનાળીયા, માણકોલ, મેલાસણા, ઇયાવા સહિતના કુલ ૨૦ અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેના આધારે નુકસાનીનું આકલન કરીને સહાય અંગે નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here