અમદાવાદ જિલ્લાના બાવળા, ધંધુકા અને વિરમગામ તાલુકા ખાતે સેચ્યુરેશન કેમ્પમાં લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ લાભ વિતરણ કરવામાં આવશે

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

બાવળાના દેવડથલ ખાતે જિલ્લા કક્ષાના સેચ્યુરેશન કેમ્પનું આયોજન

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PMJANMAN) કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા.23 ઓગસ્ટથી તા. 10 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લામાં કાર્યક્રમના સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના તા. 5 સપ્ટેમ્બરના રોજ બાવળા ખાતે અને ધંધુકાના ખસ્તા ખાતે, તા. 6 સપ્ટેમ્બરના રોજ વિરમગામના શાહપુર ખાતે તેમજ બાવળાના શિયાળ ખાતે અને તા. 9 સપ્ટેમ્બરના રોજ બાવળાના દુર્ગી ખાતે સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બાવળા તાલુકાના દેવડથલ ગામની પ્રાથમિક શાળા અથવા વરસાદને ધ્યાને રાખી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાવળાના APMC ખાતે આયોજન કરવામાં આવશે.

વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં 10.45 કરોડની અનુસૂચિત જનજાતિ (ST) વસ્તી છે, જેમાં 18 રાજ્યોમાં 75 સમુદાયો વસવાટ કરે છે. આ વિશેષ વંચિત આદિવાસી જૂથો (PVTGs) તરીકે ઓળખાય છે. આ PVTGs સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં ઘણા પાછળ છે.

ભારત સરકાર દ્વારા આ નબળા આદિવાસી જૂથોની સામાજિક- આર્થિક પરિસ્થિતિઓને સુધારવા માટે સુરક્ષિત આવાસ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણમાં સુધારેલી પહોંચ, તેમજ ઉન્નત માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી અને PVTGના ઘરો અને રહેઠાણોને ટકાઉ બનાવવા અને તેમને આજીવિકાની તકો જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ છે.

આ ઝુંબેશ હેઠળ આદિવાસી સમુદાયોને તેમના હક વિશે જાગૃત કરીને, વ્યક્તિગત હક અને વસવાટ સાથેના વ્યક્તિગત અધિકારો ધરાવતા પરિવારોને સંતૃપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઝુંબેશના સમયગાળા દરમિયાન, આધાર કાર્ડ, સમુદાય પ્રમાણપત્ર અને જન ધન એકાઉન્ટ્સ કાઢી આપવામાં આવશે. અન્ય યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે માટે પણ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here