અમરેલી, શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ ખાતે અમરેલી જિલ્લા કક્ષા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હેંડબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રીમતી એસ.એચ.ગજેરા સ્કૂલ, જ્ઞાન શક્તિ રે. સ્કૂલ ઓફ એક્સેલન્સ અને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ તેમજ અમરેલી જિલ્લાની અન્ય શાળાઑ માથી ભાઈઓ તથા બહેનો એમ બંને માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો
આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂનમબેન ફૂમકીયા તેમજ ગુજરાત વ્યાયામ મંડળના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય શાળાકીય અમરેલી જિલ્લા કક્ષા હેન્ડબોલ સ્પર્ધામાં વીનર ટીમ U-14 ભાઈઓ ચેમ્પિયન DLSS ટીમ(પ્રથમ નંબર) અને U-14 બહેનો ચેમ્પિયન DLSS ટીમ(પ્રથમ નંબર) મેળવેલ, U-14 ભાઈઓ જ્ઞાનશક્તિ ટીમ(તૃતીય નંબર) અને U-14 બહેનો જ્ઞાનશક્તિ ટીમ(તૃતીય નંબર) મેળવેલ, U-17 ભાઈઓ ચેમ્પિયન DLSS ટીમ(પ્રથમ નંબર) અને U-17 બહેનો ચેમ્પિયન DLSS ટીમ(પ્રથમ નંબર) મેળવેલ,
તેમજ U-19 ભાઈઓ ચેમ્પિયન DLSS ટીમ(પ્રથમ નંબર) અને U-19 બહેનો ચેમ્પિયન DLSS ટીમ(પ્રથમ નંબર) પર વીન થયેલ. નોધનિય કે શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા કેમ્પસમાં રમત ગમત માટે દરેક વિદ્યાર્થીને સ્પોર્ટ્સમાં મહત્વનુ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. વિજેતા તમામ ખેલાડીઓને સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રીશ્રી મનસુખભાઇ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઇ પેથાણી અભિનંદન પાઠવ્યા હતા.