જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા ૫૬ શાળાઓને નિ:શુલ્ક ગુજરાત સાયન્સ સિટી અમદાવાદનો પ્રવાસ કરાવાશે
ભરૂચ,
ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનોલોજી – ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર – જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર -ભરૂચ દ્વારા આજથી ભરૂચ જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સાયન્સ સિટી અમદાવાદના નિ: શુલ્ક પ્રવાસની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશભાઈ પંડયા, તાલુકા પ્રાથમિક અધિકારી પરિમલસિંહ યાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોકભાઈ બારોટ, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભરૂચના ચેરમેન કીર્તિબેન જોશી, કો- ઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ, કોમ્યુનિકેટર જીગરભાઈ ભટ્ટ, વિનય શેઠના હસ્તક લીલીઝંડી આપી પ્રાથમિક શાળા નવા તવરા અને પ્રાથમિક શાળા હિંગલોટના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા દરરોજ ૨ શાળાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ નિ: શુલ્ક પ્રવાસનો ઓક્ટોબર મહિના સુધી લાભ મળશે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ