શ્રાવણ માસ નિમિત્તે આજે તારીખ ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી વેરાવળ દ્વારા મામલતદાર વેરાવળ શહેર તથા તેની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર ઓને સાથે રાખી સોમનાથ બાયપાસ પાસે આવેલ હોટલ અને રેસ્ટોરન્ટમાં તેમજ વેરાવળ શહેર વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટ તથા ડેરી ફાર્મમાં ખાધ ચીજ વસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં સોમનાથ બાયપાસ પાસે આવેલ હોટલ બ્લીઝ, હોટલ કિંગ્સ ક્રાફ્ટ હોટલ સ્લોક ઇન તેમજ વધુમાં વેરાવળ શહેરમાં જલારામ ડેરી ફાર્મ, રિયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ, ખુશ્બુ ડેરી ફાર્મ, જયશ્રી ફરસાણ, સોમનાથ ફરસાણ તથા મોમાઈ ડેરીની તપાસ હાથ ધરી ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વધુમાં આ તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ