ભરૂચના સેગવા ગામમાં માથામાં હથિયારના ઘા મારી મહિલાની હત્યા, ઓરડી પાસેથી મૃતદેહ મળ્યો
ભરૂચ,
ભરૂચ તાલુકામાં આવેલાં નિશાળ ફળિયામાં રહેતા જૈનુલ આબેદીન પટેલ તેમના ઘરે હતાં. તે વખતે તેમના ગામના સરપંચ તેમના ઘરે આવ્યાં હતાં. તે વખતે તેમને મુસ્તાકે આવી જણાવ્યું હતું કે, તેમનો ચાકર પશુઓ માટે ઘાસ-ચારો લેવા તાડીયા-વગયામાં ગયો હતો. તે વખતે ત્યાં ખેતરના કુવાની ઓરડી પાસે આવેલી નારિયેળીના ઝાડ નીચે ચાદર ઓઢેલું કોઇ શંકાસ્પદ હાલતમાં સુતેલું છે.
જેથી તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ચાદર હટાવી જોતા ત્યાં કુવા પાસે જ રહેતાં કાળીબેન હોવાનું તેમજ તેમનું મૃત્યુ થયેલાનું જણાયું હતું.આ બનાવને પગલે તેમણે પાલેજ પોલીસને જાણ કરતાં પીઆઇ શિલ્પા દેસાઇ તેમજ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેમણે તપાસ કરતાં તેમના માથામાં કોઇ તિક્ષ્ણ હથિયારથી ઘા કરતાં મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું.
પાલેજના પીઆઈ શિલ્પા દેસાઈના જણાવ્યાં મુજબ મૃતકની તલાશી લેતાં તેના પાકીટમાં તેના પતિનું આધારકાર્ડ મળ્યું હતું. ગામમાં તે રામસંગ તરીકે ઓળખાતો હતો. જોકે, કાર્ડમાં તેનું નામ આલીયા જામસંગ ચોકીદાર (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાયું છે. ત્યારે તેમણે નામ કેમ બદલ્યાં હંતાં. તેની વિગતો મેળવાશે.
આ ઘટના બાદ પોલીસે તેમના સગાસંબંધીઓની તપાસ કરતાં તેના પતિ ઘટના બની તેની આગલી રાત્રે જ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તારમાં તેમનો પુત્ર કોઇ સ્થળે કામ રહે છે. જેથી તેની પાસે મજૂરીએ જવા અંગે કોઇને જાણ કરી નિકળી ગયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ