ગીર સોમનાથ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ૨૦૨૪ની ઉજવણીની શરૂઆત થઈ છે. આ ઉજવણીનો મુખ્ય આશય મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને પ્રેરિત કરવાનો છે. મણિબહેન કોટક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરક્ષા અને સલામતી માટે વિદ્યાર્થીનીઓને બોક્સિંગ સહિત સેલ્ફ ડિફેન્સની જાણકારી આપવામાં આવી હતી. તો કિશોરીઓએ સ્વરક્ષણના દાવ-પેચનું નિદર્શન કરી સ્વરક્ષા કેવી રીતે કરવી તેની સ્ટેજ પર પ્રસ્તુતિ કરી હતી.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ