ભરૂચના વાલિયા પાસે સોલાર પ્લાન્ટમાંથી 2.99 લાખના સામાનની ચોરી
ભરૂચના વાલિયા પાસે સોલા૨ પ્લાન્ટ વાલિયા ગામની સીમમાં આવેલ સર્વે નંબર-253,255 ની જમીનમાં આશરે 29 એકરમાં સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે. પ્લાન્ટમાં સ્ટ્રકચર ઉભુ કરીને તેના ઉપર સોલાર પેનલ સહિતના સાધનો નાંખવાની કામગીરી હાલ પુર્ણતાના આરે છે. આ કામગીરી સાનિકા પોલીટેક્ષ અને સાનિકા ઇન્ડ્રસ્ટ્રીઝ તેમજ આદિત્ય વિવિંગ વર્ક્સ સાથે મળીને કરાવે છે. પ્રોજેક્ટની સિક્યુરીટી માટે ચોકીદારો પણ રાખેલા છે. આશરે 35 થી 40 જેટલા કર્મચારીઓ આ પ્રોજેકટમાં કામ કરી રહયાં છે. સોલાર પ્લાન્ટમાંથી ઇન્વર્ટરના કેબલ અને લાઇટિંગ એરેસ્ટરની કોઈ તસ્કરો દ્વારા એક
મહિના પહેલા 2. 99 લાખના મુદ્દામાલની ચોરી કરીને નાસી છૂટયા હોવાની જાણ કંપની સંચાલકોને થઇ છે. એક મહિના પહેલા થયેલી ચોરીની ફરિયાદ વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ