દેલવાડા ગામે શ્યામ નગરમાં જાહેર જુગાર રમતાં ઇસમોને જુગારમા સાહિત્ય તથા રોકડ રકમ રૂપિયા ૧૧,૨૦૦/- સાથે પકડી પાડી જગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી

ઉના સેવલન્સ સ્કાડ

જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉનાનાઓ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પો.ઇન્સ. એમ.એન.રાણા સાહેબ નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી-જુગારના ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ સર્વલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ આર.પી.જાદાવ તથા એ.એસ.આઇ જોરૂભા નારણભા મકવાણા તથા પો.હેડકોન્સ.નાનજીભાઇ સાર્દુલભાઇ ચારણીયા તથા હરપાલસીહ મહાવીરસિહ ચુડાસમા તથા પો.કોન્સ પો.કોન્સ રાહુલભાઇ નારણભાઈ છેલાણા તથા પો કોન્સ વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ તથા વિજયભાઈ હાજાભાઈ રામ તથા રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના રાહુલભાઈ નારણભાઈ છેલાણા. તથા પો.કોન્સ વિજયભાઇ દુદાભાઈ ચૌહાણ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે દેલવાડા ગામે શાયમનગર વિતરમાં જાહેરમાં ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે.તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) જયેશભાઈ હરીભાઈ બાંભણીયા ઉવ.૨૭ પંપો મજુરી (૨) અજયભાઇ માધુભાઈ જાદવ ઉવ.૨૫ ધંધો મજુરી (૩) જયેશભાઇ રવજીભાઇ સોંલકી ઉવ.૨૯ ધંધો. મજુરી (૪) સુનીલભાઇ હરીભાઇ બાંભણીયા ઉવ.૨૮ ધંધો મજુરી (૫) અજયભાઇ કમલેશભાઇ મજેઠીયા ઉવ.૨૪ ધંધો મજુરી (૬) પીયુષભાઈ છગનભાઈ બાંભણીયા ઉવ.૨૦ ધંધો. મજુરી (૭) સોમનાથભાઇ રઘુનાથ આઇરી ઉવ.૨૩ ધંધો મજુરી રહે બધા દેલવાડા ઠે.શ્યામ નગર તા.ઉના જી.ગીર સોમનાથવાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ- ૩.૧૧૨૦૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે.અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૪૧૩૦૯/૨૦૨૪ જુ.ધા.ક.૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે.

(એમ.એન.રાણા) પૉલીસ ઇન્સપેક્ટર ઉના પોલીસ સ્ટેશન

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here