ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રોએ હોશેહોશે મોંઘાદાટ બિયારણ અને ખાતર નો ખર્ચ કરી ને મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકો નુ વાવેતર કર્યુ હતુ પણ સતત વરસી રહેલા વરસાદ ને કારણે અરણીયારા ના ખેડૂત પુત્રી ભારતી બેન હરેશ ભાઈ ડોબરીયા એ પહેલી વખત સાત વિઘા ની મગફળી નુ વાવેતર કર્યુ હતુ તે વધુ વરસાદ ને લીધે મગફળી નો ઉગાવો નીકળ્યો નહતો જેથી બીજી વખત સોયાબીન નુ વાવેતર કર્યુ એ પણ ન ઉગતા ભારે નુકસાન વેઠવા નો વારો આવ્યો છે તેમજ મેંદરડા પંથક માં જસમતભાઈ અમીપરા ને 35 વિધા નું સોયાબીન બે વખત વાવવા છતાં ઉગાવો ન નીકળ્યો, બાબુ ભીખુભાઈ ઢેબરીયા ને 14 વિધા નુ સોયાબીન 2 વખત ન ઉગયુ,તેમજ વલ્લભભાઈ મનજીભાઈ પાનસુરીયા ને પણ 10 વિઘા નુ સોયાબીન 2 વખત નિષ્ફ્ળ ગયેલ છે આવું તો ઘણાં ખરા ખેડૂતો ને પાક નિષ્ફ્ળ ગયેલ છે તો સરકાર શ્રી ને વિનંતી કે તાત્કાલિક સર્વે કરાવી ને આવા તમામ ખેડૂતો ને વળતર ચુકવામા આવે જેથી ખેડુતો પાછુ વાવેતર કરી શકે અને પોતાનુ ગુજરાન ચલાવી શકે અને નુકસાની નો માર સહન કરી શકે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા