મેંદરડા નો મધુવંતી ડેમ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થા સાથે ઓવરફ્લો

મેંદરડા તાલુકા નો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા પિયત સહકારી મંડળી ના પ્રમુખ, સભ્ય પરસોતમભાઈ, ચંદ્રેશ ભાઈ ખુંટ, નિલેશ ઢેબરીયા, વગેરે મંડળી ના સભ્ય દ્વારા ગોરમહારાજ દ્વારા કંકુ,ચોખા અને શ્રીફળ વધેરી ને વિધિવત નવા નિર ના વધામણાં કરવામાં આવ્યા હતા આ વર્ષે મેધરાજા એ હેત વરસાવતા મધુવંતી નો ડેમ વહેલા સર ઓવરફ્લો થતા ખેડૂતો મા આનંદ ની લાગણી પ્રસરી છે આ ડેમ નુ પાણી. માનપુર ,મેંદરડા, નાજાપુર, ચિરોડા,દાત્રાણા, ખીમપાદર,આલીધ્રા વગેરે ગામો ને કેનાલ મારફત સિંચાઈ નુ પાણી આપવામાં આવે છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here