પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો 20 જુલાઈએ પણ અસરગ્રસ્ત રહેશે
21.00 કલાકનો અપડેટ
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે કેટલીક વધુ ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ જે 19.07.2024 ના રોજ
    ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે દોડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ જે પોરબંદરથી સવારે 5.45 કલાકે ઉપડે
    છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  3. ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર જે રાજકોટથી 16.10 કલાકે ઉપડે છે તે
    20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  4. 19.07.2024ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન જે
    પોરબંદરથી 19.35 કલાકે ઉપડે છે તે હવે પોરબંદરથી 7 કલાકના વિલંબ
    સાથે એટલે કે 20.07.2024ના રોજ 02.35 કલાકે ઉપડશે.
  5. 19.07.2024ની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016) પોરબંદર સ્ટેશનથી
    તેના નિર્ધારિત સમય 22.40 કલાકને બદલે 5 કલાકના વિલંબ સાથે એટલે
    કે 20.07.2024ના રોજ 03.40 કલાકે ઉપડશે. રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here