ટંકારા ના ગણેશપર ગામે ખેતરમાં વીજળી પડી! લીમડા નું વૃક્ષ ધરાશયી!
મોરબી જિલ્લામાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાનાં ગણેશપર ગામે ખેતરના સેઢે લીમડાના વૃક્ષ ઉપર વીજળી પડી હતી અને વૃક્ષ ધરાશાય થઈ ગયું હતું પણ ત્યાં કોઈ માણસ કે ઢોર હતું નહીં એટલે કોઈ જાન અને નો બનાવ નથી. ગણેશપર ગામના ખેડૂત ભગવાનજીભાઈ ગણેશભાઈ ચૌધરીએ અને માધાભાઈ સવદાસભાઈ ચૌધરી નાં ખેતરનાં સેઢે લીમડાનું વૃક્ષ હતું. જ્યાં વીજળી પડતા આખુ વૃક્ષ ધરાશાય થયું છે અને રોડ બંધ થયો હતો. મજૂરોને બોલાવીને લીમડાના ડાળી અને ડાળખા દૂર કરાવી રોડ શરૂ કર્યો હતો.
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી