રાજુલા પો.સ્ટે.ના ખુનના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. તથા રાજુલા પો.સ્ટે. ટીમ→ ગુનાની વિગત:-ગઇ તા.૨૪.૦૬.૨૦૨૪ ના રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ રાજુલા, જુના કડીયાળી ગામે જવાના રસ્તે હરસુરભાઈ ભરતભાઈ ધાખડા રહે.રાજુલા વાળાને આ કામના આરોપીઓએ ગે.કા. મંડળી રચી એક સંપ કરી ગંભીર ઇજાઓ કરતા, હરસુરભાઈ ભરતભાઈ ધાખડાનું સારવાર દરમિયાન મોત નિપજેલ હોય, આ બનાવ અન્વયે પ્રસનબેન ભરતભાઈ ધાખડા, ઉ.વ.૫૦, રહે. રાજુલા, મફતપરા વાળાએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૨૨૫/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૫, ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબનો ગુનો રજી. થયેલ.ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ નાઓએ ઉપરોકત બનાવ અન્વયે ગંભીર ગુનો કરી, ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ ટીમ તૈયાર કરવા સુચના આપેલ હોય,જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ.શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓની રાહદબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા રાજુલા પો.સ્ટે. પોલીસ ઇન્સ. શ્રીમતી આઇ.જે.ગીડા નાઓએ એલ.સી.બી. તથા રાજુલા પો.સ્ટે.ની ટીમો બનાવી, ઉપરોકત ખુનનો ગંભીર ગુનો કરી ફરાર થયેલ આરોપીઓને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડવામાં સફળતા મળેલ છે.પકડાયેલ આરોપીઓની વિગત:-(૧) મહમદ ઉર્ફે ઝુબેર હારૂનભાઈ કલાણીયા, ઉ.વ.૩૨, રહે.રાજુલા, મફતપરા, રહેમતનગર, તા.રાજુલા, જિ.અમરેલી.(૨) અ.લતીફ ઉર્ફે લતીફ હારૂનભાઈ કલાણીયા, ઉ.વ.૩૦, રહે.રાજુલા, મફતપરા, રહેમતનગર, તા.રાજુલા, જિ.અમરેલી.(૩) શાહરૂખ ઉર્ફે ઝેરી ફારૂકભાઈ સાખાણી, ઉ.વ.૨૯, રહે.રાજુલા, મફતપરા, હુસૈનીચોક પાસે, તા.રાજુલા, જિ.અમરેલી.(૪) મુસ્તાક ઉર્ફે મુસો મહમદભાઈ પાયક, ઉ.વ.૨૭, રહે.રાજુલા, મફતપરા, રહેમતનગર, તા.રાજુલા, જિ.અમરેલી.આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ.શ્રી વલય વૈદ્ય સાહેબ નાઓની રાહદબરી હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ તથા રાજુલા પો.સ્ટે. પોલીસ ઇન્સ. શ્રીમતી આઈ.જે.ગીડા તથા રાજુલા પો.સ્ટે.ના પો.સ.ઈ.શ્રી કે.ડી.હડીયા, પો.સ.ઈ. એમ.એફ.ચૌહાણતથા રાજુલા પો.સ્ટે. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here