અરવલ્લી જીલ્લામાં ૧ જૂન-૨૦૨૪ થી ૩૦ જૂન-૨૦૨૪ દરમ્યાન “જૂન માસ મેલેરીયા વિરોધી માસ” અંતર્ગત ખાસ ઝુંબેશઅરવલ્લી જીલ્લામાં ૧ જૂન -૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ દરમ્યાન જીલ્લાના તમામ ગામોમાં મેલેરીયા અંગેનુ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. રાજ્યના માન.આરોગ્ય કમિશનરશ્રી ધ્વારા ખાસ ઝુંબેશ “જૂન માસ મેલેરીયા વિરોધી માસ” મેલેરીયાના તેમજ ડેન્ગ્યુના કેશો શોધી કાઢવા માટે અભિયાન રાજ્યભરમાં હાથ ધરવાની આપવામાં આવેલ સુચના અંગે જિલ્લામાં આ અભિયાન હાથ ધરવામાં આવેલ छे. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.એ.સિદ્દીકી અને મેલેરીયા અધિકારી ડૉ.આશિષ ખાંટ એ જણાવ્યું હતુ કે આ સર્વેલન્સ માં જિલ્લાના ૭૨૦ ગામોને આવરી લેવામાં આવશે.આ સર્વેલન્સ અંગે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પાસેથી માઈક્રોપ્લાનીંગ કરવામાં આવ્યુ છે. ચોમાસા પૂર્વે અગમચેતીના ભાગરૂપે આ સઘન સર્વેલન્સ તથા એન્ટીલારવલ કામગીરી કરવામાં આવશે. મચ્છરજન્ય રોગો વિશે તથા તેનાથી બચાવના પગલાં વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે, જેથી ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગોનું નિયત્રણ કરી શકાય.આ સર્વેલન્સની કામગીરીમાં ૨૨૭ ટીમ અને ૪૭૧ કર્મચારીઓ દરરોજ કામગીરી કરશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, અને આશા બહેનો ધ્વારા આ કામગીરી કરવામાં આવનાર છે. આ માટેનું માઈક્રોપ્લાનીંગ કરવામાં આવેલ છે.આ ત્રણેય સંવર્ગમાં જીલ્લામાં કર્મચારીઓ હાલ ફરજ બજાવી રહ્યા છે.આ કર્મચારીઓ પર આયુષ મેડીકલ ઓફિસરો ધ્વારા સુપરવિઝન કરવામાં આવશે. આ ઉપરાંત મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર,ફિમેલ હેલ્થ સુપ સુપરવાઇઝર,તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડીકલ ઓફિસરો પણ સર્વેલન્સ નું સુપરવિઝન કરશે.

રીપોર્ટર :- મયુર પોકાર અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here